બટાટા ચિપ્સ નુ શાક રેસીપી | ગુજરાતી ચિપ્સ નુ શાક | બટાકાની કાતરી નું શાક | ગુજરાતી સ્ટાઈલ ડ્રાય બટાટા નુ શાક | Batata Chips Nu Shaak Recipe | Gujarati Chips Nu Shaak

બટાટા ચિપ્સ નુ શાક રેસીપી | ગુજરાતી ચિપ્સ નુ શાક | બટાકાની કાતરી નું શાક | ગુજરાતી સ્ટાઈલ ડ્રાય બટાટા નુ શાક | batata chips nu shaak recipe in Gujarati | with 25 amazing images.

બટાટા ચિપ્સ નુ શાક એક એવી અલગ અને મજેદાર વાનગી છે જે થોડી કરકરી છે ને સાથે-સાથે સ્વાદિષ્ટ પણ છે, જેથી આ વાનગી તમને જરૂર થી ભાવશે. અહીં તળેલા બટાટાને સાંતળેલા કાજૂ, સુગંધીદાર તેલીબીયા અને મસાલા સાથે મિક્સ કરવામાં આવ્યા છે જે રોટી, પૂરી અથવા ગરમા ગરમ ભાત સાથે મજેદાર સંયોજન બનાવે છે.

તમને અહીં થોડા સાવચેત કરી દઇએ કે જો તમે રોટી બનાવવામાં થોડો પણ વિલંબ કરશો તો આ શાક તેથી પહેલાં જ પૂરું થઇ જશે એવું સ્વાદિષ્ટ તૈયાર થાય છે. આમતો આ ગુજરાતી વાનગીમાં મજેદાર સ્વાદ, ખુશ્બુ અને થોડો કરકરો અહેસાસ આપવાનો શ્રેય જાય છે તલ, ખસખસ અને જીરાને. આ ગુજરાતી ચિપ્સ નુ શાકમાં તળેલા બટાટા નરમ પડે તે પહેલાં જ તેને ગરમ ગરમ પીરસી લો.

બટાટા ચિપ્સ નુ શાક માટેની ટિપ્સ. ૧. બટાકાને જાડા સ્ટ્રીપ્સ અથવા વેજમાં કાપો જેથી રસોઈ કરતી વખતે તે તૂટી ન જાય. ૨. તૈયાર કરેલી વાનગીને જ્યાં સુધી તે ઠંડુ ન થાય ત્યાં સુધી ઢાંકશો નહીં, કારણ કે જ્યારે તે ગરમ હોય ત્યારે બહાર નીકળતી વરાળ બટાકાને નરમ કરી દેશે. ૩. બટાટા નરમ પડે તે પહેલા તેને તરત જ અને ગરમ પીરસો.

Batata Chips Nu Shaak Recipe | Gujarati Chips Nu Shaak In Gujarati

બટાટાની ચીપ્સ્ નું શાક - Batata Chips Nu Shaak Recipe | Gujarati Chips Nu Shaak in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય :     ૪ માત્રા માટે
મને બતાવો માત્રા

ઘટકો

બટાટાની ચીપ્સ્ માટે
૩ કપ બટાટા , લાંબી ચીરી કરેલા
તેલ , તળવા માટે

બીજી જરૂરી વસ્તુઓ
૧ ૧/૨ ટેબલસ્પૂન તેલ
૩ ટેબલસ્પૂન સમારેલા કાજૂ
૧/૨ ટીસ્પૂન જીરૂ
૧ ટીસ્પૂન ખસખસ
૧ ટીસ્પૂન તલ
૧/૨ ટીસ્પૂન હળદર
૧ ટીસ્પૂન મરચાં પાવડર
૧ ટીસ્પૂન સાકર
૧/૨ ટેબલસ્પૂન લીંબુનો રસ
મીઠું , સ્વાદાનુસાર
કાર્યવાહી
બટાટાની ચીપ્સ્ માટે

    બટાટાની ચીપ્સ્ માટે
  1. એક ઊંડી નૉન-સ્ટીક કઢાઇમાં તેલ ગરમ કરી તેમાં બટાટાની લાંબી ચીરીઓ એક સમયે થોડી-થોડી લઇને તે દરેક બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો.
  2. તે પછી તેને બહાર કાઢી ટીશ્યુ પેપર પર મૂકી સૂકી થવા દો.

આગળની રીત

    આગળની રીત
  1. એક ઊંડી નૉન-સ્ટીક કઢાઇમાં તેલ ગરમ કરી તેમાં કાજૂ નાંખી, મધ્યમ તાપ પર ૩૦ સેંકડ સુધી અથવા તે ગોલ્ડન બ્રાઉન થાય તે રીતે સાંતળી લો.
  2. તે પછી તેમાં જીરૂ, ખસખસ, તલ, હળદર અને મરચાં પાવડર મેળવી મધ્યમ તાપ પર વધુ ૧ મિનિટ સુધી સાંતળી લો.
  3. તે પછી તેમાં તળેલા બટાટાની ચીપ્સ્, સાકર, લીંબુનો રસ અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી તળી લો.
  4. તરત જ પીરસો.
વિગતવાર ફોટો સાથે બટાટાની ચીપ્સ્ નું શાક ની રેસીપી

જો તમને બટાટા ચિપ્સ નુ શાક ગમે છે

  1. જો તમને બટાટા ચિપ્સ નુ શાક ગમે છે, તો અન્ય ગુજરાતી વાનગીઓ પણ અજમાવો.

બટાટા ચિપ્સ નુ શાક કંઈ સામગ્રીથી બને છે?

  1. બટાટા ચિપ્સ નુ શાક કંઈ સામગ્રીથી બને છે? બટાટા ચિપ્સ નુ શાક ૩ કપ બટાટા , લાંબી ચીરી કરેલા, તેલ, તળવા માટે, ૧ ૧/૨ ટેબલસ્પૂન તેલ, ૩ ટેબલસ્પૂન સમારેલા કાજૂ, ૧/૨ ટીસ્પૂન જીરૂ, ૧ ટીસ્પૂન ખસખસ, ૧ ટીસ્પૂન તલ, ૧/૨ ટીસ્પૂન હળદર, ૧ ટીસ્પૂન મરચાં પાવડર, ૧ ટીસ્પૂન સાકર, ૧/૨ ટેબલસ્પૂન લીંબુનો રસ અને સ્વાદાનુસાર મીઠું. બટાટા ચિપ્સ નુ શાક માટેની સામગ્રીની યાદી જુઓ.

બટાટાની લાંબી ચીરી કેવી રીતે કાપવી

  1. બટાટાની લાંબી ચીરી બનાવવા માટે, બટેટાને સારી રીતે ધોઈ લો.
  2. પીલરનો ઉપયોગ કરીને બટાટાને છોલી લો.
  3. બટાટાને ચોપીંગ બોર્ડ પર આડો મૂકો અને ધારદાર છરી વડે તેને ૩ જાડા ટુકડાઓમાં કાપો.
  4. દરેક સ્લાઇસમાંથી લગભગ ૩ જાડી ચીરી કાપો. ધારદાર છરીનો ઉપયોગ કરવો. અમે ૩ કપ બટાકાની ચીરીઓ મેળવવા માટે ૪ મોટા બટાકાનો ઉપયોગ કર્યો છે.

બટાટા ચિપ્સ કેવી રીતે ફ્રાય કરવી

  1. બટેટા ચિપ્સને તળવા માટે, એક ઊંડી નોન-સ્ટીક કઢાઈમાં તેલ ગરમ કરો.
  2. ગરમ તેલમાં બટાટાની થોડી ચીરીઓ ઉમેરો.
  3. બટાટાની ચીરીઓ બધી બાજુથી ગોલ્ડન બ્રાઉન રંગની થાય ત્યાં સુધી ડીપ ફ્રાય કરો.
  4. ટીશ્યુ પેપર પર કાઢી મૂકો.

બટાટા ચિપ્સ નુ શાક બનાવવા માટે

  1. બટાટા ચિપ્સ નુ શાક | ગુજરાતી ચિપ્સ નુ શાક | બટાકાની કાતરી નું શાક | ગુજરાતી સ્ટાઈલ ડ્રાય બટાટા નુ શાક | batata chips nu shaak recipe in Gujarati | બનાવવા માટે, એક ઊંડા નોન-સ્ટીક કઢાઈમાં ૧ ૧/૨ ટેબલસ્પૂન તેલ ગરમ કરો.
  2. ૩ ટેબલસ્પૂન સમારેલા કાજૂ ઉમેરો.
  3. મધ્યમ તાપ પર ૩૦ સેકન્ડ સુધી અથવા કાજુ ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી સાંતળો.
  4. ૧/૨ ટીસ્પૂન જીરૂ ઉમેરો.
  5. ૧ ટીસ્પૂન ખસખસ ઉમેરો.
  6. ૧ ટીસ્પૂન તલ ઉમેરો.
  7. ૧/૨ ટીસ્પૂન હળદર ઉમેરો.
  8. ૧ ટીસ્પૂન મરચાં પાવડર ઉમેરો.
  9. મધ્યમ તાપ પર બીજી ૧ મિનિટ સુધી સાંતળી લો.
  10. તળેલી બટાટાની ચિપ્સ ઉમેરો.
  11. ૧ ટીસ્પૂન સાકર ઉમેરો.
  12. ૧/૨ ટેબલસ્પૂન લીંબુનો રસ ઉમેરો.
  13. સ્વાદાનુસાર મીઠું ઉમેરો.
  14. સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
  15. બટાટા ચિપ્સ નુ શાક | ગુજરાતી ચિપ્સ નુ શાક | બટાકાની કાતરી નું શાક | ગુજરાતી સ્ટાઈલ ડ્રાય બટાટા નુ શાક | batata chips nu shaak recipe in Gujarati | તૈયાર છે.

બટાટા ચિપ્સ નુ શાક કેવી રીતે પીરસવુ

  1. બટાટા ચિપ્સ નુ શાકને પુરી અને શ્રીખંડ સાથે પીરસો.

બટાટા ચિપ્સ નુ શાક માટેની ટિપ્સ

  1. બટાકાને જાડી પટ્ટીઓ અથવા ચીરીમાં કાપો જેથી રસોઈ કરતી વખતે તે તૂટી ન જાય.
  2. તૈયાર કરેલી રેસીપીને જ્યાં સુધી તે ઠંડુ ન થાય ત્યાં સુધી ઢાંકશો નહીં, કારણ કે જ્યારે તે ગરમ હોય ત્યારે બહાર નીકળતી વરાળ બટાકાને નરમ બનાવી દેશે.
  3. બટાટા નરમ થઈ જાય તે પહેલાં તેને ગરમ અને તાજું પીરસો.

Reviews